4 માર્ચ, 2024

બાળક, ભૂખ, વિસ્મય અને લાચારી .

 From Gujarat Samachar News Paper

બાળકે શું કામ દોરી ભાખરી,

શિક્ષકે આપી વિષયમાં તો પરી.

ખાસ  રડવાનું હતું કારણ છતાં,

ના રડયાં, આંખોની તાજી સર્જરી.

- ગુંજન ગાંધી

કવિતામાં બાળક અને ભૂખ, બાળક અને ગરીબી, બાળક અને સામાજિક વિસંવાદિતા જેવા અનેક વિષયે ખૂબ સુંદર નિરૂપણ થયાં છે. નિદા ફાજલીનો આ દુહો કોને નહીં યાદ હોય?

બચ્ચા બોલા દેખ કે મસ્જિદ આલીશાન,

અલ્લા તેરે એક કો તના બડા મકાન?

સ્વાભાવિક રીતે જ બાળકને આવો પ્રશ્ન થાય. પણ આવો પ્રશ્ન ક્યારે થાય? જ્યારે બાળક દસ બાય દસની ઓરડીમાં ભીંસોભીંસ માણસો સાથે રહેતું હોય. રાત્રે કોણ ક્યાં ઊંઘશે તેની રોજ પળોજણ થતી હોય. બે માણસ મહેમાન આવી ચડે તો ઘર આખું ફાંફે ચડે એવી નોબત હોય ત્યારે બાળકને સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે અહીં આટઆટલા માણસો રહીએ છીએ, એક નાનકડી ઓરડીમાં અને આ ભગવાન તો જુઓ. પોતે એકલો રહે છે અને આટલી બધી જગ્યા રોકીને બેઠો છે!

પ્રણવ પંડયાની ગઝલ 'પ્રભુપંચાયતમાંં બાળક' આ વિષયને સરસ રીતે ન્યાય આપે છે. પ્રભુની પંચાયતમાં બાળક પોતાની વાત રજૂ કરી રહ્યું છે. તેમાં એક અદભુત શેર છે-

બળથી બાળક તને જો વંદે તો,

બાળમજદૂરી ન ગણાય પ્રભુ?

મોટાભાગના માતાપિતાઓ મંદિરમાં જઈને બાળક પાસે આવી બાળમજૂરી કરાવતા હોય છે. જે-જે કરો બેટા - જે જે કરો બેટા કહીને છોકરાનું લોહી પી જાય. પેલા બિચારાને પગે ના લાગવુંં હોય, રમવું હોય, આમથી તેમ દોડવુંં હોય, ખરેખર તો એનું આ રમવું એ જ ઈશ્વરને પાયલાગણ બરોબર છે. પણ મોટેરાઓના ગણિત જુદાં હોય છે. ઈશ્વરને બાળક વંદે તેમાં ઈશ્વરના આશીર્વાદ કરતા અન્ય લોકો પોતાના બાળકને કેટલું ડાહ્યું ગણે છે તેમાં તેમને વધારે રસ હોય છે.

બાળક પોતાના વિસ્મયભર્યા જગતમાં રમમાણ રહે છે. ઘણી વાર સહજ રીતે તે બહુ મોટી વાત કરી નાખે છે. મોટેરાઓને મગજમાં તો એવી વાત આવે પણ ક્યાંથી? એમના મનમાં તો મોટપણાનો ભાર મૂકાઈ ગયો હોય. સહજતા ઉપર સામાજિકતાના થર ઉપર છર ચડી ગયા હોય. સમજણના પથરા મૂકાઈ ગયા હોય. ગૌરાંગ ઠાકરનો શેર આ ક્ષણે યાદ આવે-

દોસ્ત વિસ્મય વિષય તો અઘરો છે,

કોઈ બાળક વગર ભણાય નહીં.

વિસ્મય વિષય મોટેરાઓ માટે ખૂબ કપરો છે. તેની માટે બાળક થવું પડે. ગુંજન ગાંધીએ આવા સહજ વિસ્મયની કેડી પર ચાલીને અદભુત શેર નિપજાવ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે શિક્ષકે તમામ બાળકોને એક સુંદર પરીનું ચિત્ર દોરવા કહ્યું છે, તો પછી પરી દોરવાને બદલે એક બાળકે ત્યાં ભાખરી શું કામ દોરી? કવિ તો આટલું કહીને અટકી જાય છે, પણ ભાવક સમજી જાય છે બાળકની ભૂખ, તેની લાચારી, તેના ઘર, પરિવાર અને મનમાં ઘેરાતા અતૃપ્તિનાં વાદળો. ઘર, પરિવાર, ગરીબાઈ, અછત અને લાચારી ઘણું બધું છતું થાય છે બે પંક્તિ દ્વારા. પન્નાલાલ પટેલે પોતાની સુપ્રસિદ્ધ નવલકથા 'માનવીની ભવાઈ'માં લખેલું ભૂંડામાં ભૂંડી ભૂખ ને એથી ય ભૂંડી ભીખ. આ નવલકથા પરથી સુંદર ગુજરાતી ફિલ્મ પણ બનેલી, જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી મુખ્ય અભિનેતા હતા. છપ્પનિયા દુષ્કાળનું વરવુંં ચિત્ર ઊભું કરતી આ નવલકથા ભૂખને ખૂબ ઊંડાણપૂર્વક આલેખી આપે છે. ભૂખ માણસને શું ન કરાવી શકે? પણ ભીખ માગવી એનાથી ય વધારે કપરી લાગી પન્નાલાલને. ખેડૂત હતાને! જગત માટે ધાન ઉગાડતા ખેડૂતને પોતે ધાન માટે રઝળવું પડે - ભીખ માંગવી પડે એ એમનાથી ક્યાંથી સહન થાય?

ગુંજન ગાંધીએ બાળકના વિસ્મય દ્વારા ઘણું બધું કહી દીધું છે. બાળક પરીને બદલે ભાખરી દોરવા માંડે ત્યારે સમજી લેવું કે ભૂખ અને લાચારીના ડંખ અસહ્ય થઈ રહ્યાં છે. બીજો શેર પણ ધ્યાન ખેંચે છે. રડી પડાય અને રડવું જ પડે એવી નોબત આવી ગઈ છતાં ન રડયા, તેનું કારણ? તો કહે આંખોની સર્જરી કરાવેલી છે. રડે તો આંખને નુકસાન થાય તેમ છે. ડોક્ટરની સ્પષ્ટ ના છે, આંસુ આવશે તો આંખને ભારે નુકસાન થશે. ખારાશ હાનીકારક છે. પણ નહીં રડીને હૃદયને અને મનને જે નુકસાન થાય તેનું શું? ખેર આ જો જીવનની વિડંબના છે. 

લોગઆઉટઃ

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો

એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,

દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે ...

- શૂન્ય પાલનપુરી

24 જાન્યુ, 2024

રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ

 

રાષ્ટ્રીય કન્યા બાળ દિવસની ઉજવણી

રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ, ભારતમાં દર વર્ષે 24મી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે, તે છોકરીના અધિકારો, આકાંક્ષાઓ અને સિદ્ધિઓને માન્યતા આપવા માટે સમર્પિત એક કરુણાપૂર્ણ ઉજવણી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 2008 માં સ્થપાયેલ, દિવસનો હેતુ સમાજમાં છોકરીઓને જે પડકારોનો સામનો કરવો પડે છે તેના વિશે જાગૃતિ લાવવાનો અને શિક્ષણ, આરોગ્ય અને સમાન તકો દ્વારા તેમના સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. જેમ જેમ આપણે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણી કરીએ છીએ, તે પ્રગતિ પર પ્રતિબિંબિત કરવાનો, હાલની અસમાનતાઓને પ્રકાશિત કરવાનો અને દરેક છોકરી વિકાસ કરી શકે તેવા વાતાવરણને ઉત્તેજન આપવાની અમારી પ્રતિબદ્ધતાને નવીકરણ કરવાનો પ્રસંગ બની જાય છે.

શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું:

શિક્ષણ સશક્તિકરણનો પાયાનો પથ્થર છે અને રાષ્ટ્રીય બાળ દિવસ કન્યાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના મહત્વ પર ભાર મૂકે છે. લિંગ-આધારિત ભેદભાવ, સામાજિક ધોરણો અને છોકરીઓની શિક્ષણની પહોંચને અવરોધે છે તેવા આર્થિક અવરોધો જેવા અવરોધોને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવે છે. શિષ્યવૃત્તિ, જાગૃતિ ઝુંબેશ અને સમુદાયની સંડોવણી જેવી પહેલ સુનિશ્ચિત કરવા માટેના મુખ્ય ઘટકો છે કે દરેક છોકરીને તેની શૈક્ષણિક આકાંક્ષાઓને અનુસરવાની તક મળે.

આરોગ્ય અને પોષણ:

રાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ ડે છોકરીઓના સ્વાસ્થ્ય અને પોષણની જરૂરિયાતો પર પણ પ્રકાશ પાડે છે. તેમની સુખાકારી માટે યોગ્ય આરોગ્યસંભાળ, પોષણ અને સ્વચ્છતા સુવિધાઓની પહોંચની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. માતાના સ્વાસ્થ્ય, રોગપ્રતિરક્ષા અને માસિક સ્રાવની સ્વચ્છતા વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરતી પહેલ છોકરીઓના શારીરિક વિકાસ અને એકંદર આરોગ્ય માટે સહાયક વાતાવરણ બનાવવામાં ફાળો આપે છે.

 

લિંગ-આધારિત હિંસાને સંબોધિત કરવું:

 

દિવસ લિંગ-આધારિત હિંસા અને ભેદભાવના મુદ્દાને સંબોધવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. છોકરીઓ સામેની હિંસાના વ્યાપ અને રક્ષણાત્મક વાતાવરણની સ્થાપનાના મહત્વ વિશે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. શિક્ષણ ઝુંબેશ, કાયદાકીય સુધારા અને સામુદાયિક એકત્રીકરણ લિંગ-આધારિત હિંસા સામે લડવામાં અને એવા સમાજને ઉત્તેજન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યાં છોકરીઓ ભય વિના વિકાસ કરી શકે.

કૌશલ્ય વિકાસ દ્વારા સશક્તિકરણ:

રાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ ડે છોકરીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરતી કૌશલ્યોથી સજ્જ કરવાના મહત્વને ઓળખે છે. કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, વ્યવસાયિક તાલીમ અને સાહસિકતા પહેલનો હેતુ છોકરીઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. તેમને આત્મનિર્ભર બનવા માટેના સાધનો પૂરા પાડીને, પ્રયાસો ગરીબીના ચક્રને તોડવામાં અને છોકરીઓમાં સ્વતંત્રતાની ભાવનાને ઉત્તેજીત કરવામાં ફાળો આપે છે.

લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવું:

લિંગ સમાનતા રાષ્ટ્રીય બાળ દિવસના કેન્દ્રમાં છે. દિવસ લિંગ-આધારિત ભેદભાવને કાયમી રાખતા સામાજિક વલણ અને ધોરણોમાં પરિવર્તનને પ્રોત્સાહન આપે છે. હિમાયત, જાગરૂકતા ઝુંબેશ અને નીતિ ફેરફારો દ્વારા, ઉદ્દેશ્ય એક સમાવેશી સમાજ બનાવવાનો છે જ્યાં છોકરીઓને જીવનના તમામ ક્ષેત્રોમાં સમાન તકો હોય, પછી તે શિક્ષણ, રોજગાર અથવા નેતૃત્વની ભૂમિકા હોય.

સમુદાયની સંડોવણી:

રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ માત્ર સરકારી પહેલ નથી; તે એક સામૂહિક પ્રયાસ છે જેમાં સમુદાયો, નાગરિક સમાજ અને વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સ્ટીરિયોટાઇપ્સને પડકારવામાં, છોકરીઓના શિક્ષણને ટેકો આપવા અને તેમના અધિકારોની હિમાયત કરવામાં સમુદાયની ભાગીદારી મહત્વપૂર્ણ છે. જ્યારે સમુદાયો તેમની છોકરીઓની ઉજવણી અને રક્ષણ કરવા માટે ભેગા થાય છે, ત્યારે તેની અસર વધુ ઊંડી અને ટકાઉ હોય છે.

નિષ્કર્ષ:

રાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ ડે યાદ અપાવે છે કે છોકરીઓની સુખાકારી અને સશક્તિકરણ માત્ર માનવ અધિકારોની બાબત નથી પણ સમાજના સર્વાંગી વિકાસ માટે પણ જરૂરી છે. જ્યારે આપણે દિવસની ઉજવણી કરીએ છીએ, ત્યારે ચાલો આપણે એક એવી દુનિયા બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને નવીકરણ કરીએ જ્યાં દરેક છોકરી સપના જોઈ શકે, હાંસલ કરી શકે અને બધા માટે વધુ સમાવિષ્ટ અને સમાન ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપી શકે. છોકરીઓને સશક્ત બનાવવી માત્ર જવાબદારી નથી; તે એક ઉજ્જવળ અને વધુ આશાસ્પદ આવતીકાલમાં રોકાણ છે.

For Child GK

Featured

બાળક, ભૂખ, વિસ્મય અને લાચારી .

 From Gujarat Samachar News Paper બાળકે શું કામ દોરી ભાખરી, શિક્ષકે આપી વિષયમાં તો પરી. ખાસ  રડવાનું હતું કારણ છતાં, ના રડયાં, આંખોની તાજી સ...

Most Viewed

ECHO News