HEALTH

 

હેલ્થ માટે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો 👈



🌹🍁🌈 જિંદગીમાં સૌથી વધુ પીડા ત્યારે થાય છે જ્યારે દોસ્તી તૂટે છે. આમ તો એવું કહેવાય છે કે, સાચી દોસ્તી હોય ક્યારેય તૂટતી નથી. તૂટે સાચી દોસ્તી હોતી નથી. આમછતાં દોસ્તી ક્યારેક તૂટતી હોય છે. માણસથી દોસ્તીમાં પણ ક્યારેક ભૂલ થતી હોય છે. 

 

🌹🍁🌈  દોસ્તી ક્યારેક સાવ નાની વાત પર પણ દાવ પર લાગી જતી હોય છે. સાચો મિત્ર હોય છે જે દોસ્તીને તૂટવા નથી દેતો. દોસ્તને નારાજ થવા દો. દોસ્ત બધાના નસીબમાં નથી હોતા

 

🌹🍁🌈  દોસ્ત આપણા નસીબનો એવો હિસ્સો હોય છે જેનાથી જિંદગી જીવવા જેવી લાગે છે. આજથી આપણી દોસ્તી પૂરી એવું જ્યારે કહેવાય છે ત્યારે જિંદગીનો એક ટૂકડો અલગ થઇ જાય છે. ઘણા લોકો આવા તૂટેલી દોસ્તીના ટૂકડાઓ સાથે જીવતા હોય છે.

  

🌹🍁🌈  દુનિયામાં એક માત્ર દોસ્તી એવો સંબંધ છે જે અલૌકિક ધરી પર જીવાય છે. કુદરતને કદાચ બાકીના કોઇ સંબંધ ઉપર ભરોસો બેઠો નહીં હોય એટલે તેણે દોસ્તનું સર્જન કર્યું હશે

 

🌹🍁🌈 આપણી જિંદગીમાં મિત્ર હોત તો શું થાત? જિંદગી કેવી અઘરી હોત? દોસ્ત એટલે એવો કિનારો જ્યાં હાશ થાય છે, જ્યાં દરેકે દરેક ક્ષણનો અહેસાસ થાય છે, જેની સામે કોઇ શરમ થતી નથી, જેની સાથે ગમે તે બોલી શકાય છે, ગમે એવું વર્તન કરી શકાય છે

 

🌹🍁🌈 દોસ્તી એવો સંબંધ છે જે જજ નથી કરતો, આપણે જેવા હોય એવા સ્વીકારે છે. માણસ ખરેખર જેવો હોય છે એવો કદાચ માત્રને માત્ર મિત્ર સાથે રહેતો હોય છે

 

🌹🍁🌈 મિત્ર આપણી રગે રગથી વાકેફ હોય છે. આપણી આદતથી માંડીને દાનત સુધીની તમામ બાબતો એને માલૂમ હોય છે. આમ તો આદતો મિત્રના કારણે પડતી હોય છે. આપણામાં જેટલી કૂટેવો હોય છે લગભગ તમામ મિત્રની બદોલત હોય છે. આપણેય દોડવું હોય છે અને મિત્ર ઢાળ આપે છે. લપસી જઇએ ત્યારે હાથ પણ આપે છે અને દરેકે દરેક પરિસ્થિતિમાં સાથ પણ આપે છે.

 

🌹🍁🌈  ચહેરાની ભાષા સૌથી સારી રીતે જો કોઇને વાંચતા આવડતું હોય તો દોસ્તને આવડે છે. આપણો મૂડ જોઇને એને સમજાય જાય છે કે, આપણું ઠેકાણે છે કે નહીં? ઠેકાણે હોય તો એને ઠેકાણે કેમ લાવવું એના નુસખાઓ પણ એની પાસે હાથવગા હોય છે

 

🌹🍁🌈 😂  આપણે પણ હસતા રહેવું હોય છે પણ જિંદગીમાં એવું બધું થતું રહે છે કે, હસવાનું તો સાવ ભુલાઇ જાય છે. યાદ કરો, છેલ્લે તમે એવું ખડખડાટ ક્યારે હસ્યા હતા કે તમારા પેટમાં આંટી વળી ગઇ હોય?

 

🌹🍁🌈 😂  સાઇકોલોજિસ્ટો કહે છે કે, હસતા રહો, હસવાનું કારણ હોય તો કારણ શોધો, કારણ વગર પણ હસો. સાજા અને સારા રહેવું છેને? તો હસવાનું ચાલુ રાખવું પડશે. કોઇ બહાના નહીં ચાલે, નો એસ્ક્યુઝિસ. હસવાની પણ આદત પાડવી જોઇએ

 

🌹🍁🌈 😂  તમે ક્યારે વિચાર્યું છે કે, તમે દિવસમાં કેટલી વાર હસો છો? તમે પહેલા વધુ હસતા હતા કે અત્યારે વધુ હસો છો? આપણે આવું નથી વિચારતા. એટલે કદાચ આપણને ખબર નથી પડતી કે, આપણે તો હસવાનું ભૂલી ગયા છીએ.

 

🌹🍁🌈 😂 હાસ્ય વિશે થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, જેમ જેમ માણસની ઉંમર વધે એમ એમ હસવાનું ઘટતું જાય છે. નાના બાળકને ધ્યાનથી જોજો. બાળક ઊંઘતું હશે ત્યારે ઊંઘમાં પણ હસતું હોય છે. આપણે ત્યાં ઊંઘમાં હસતા બાળક વિશે એવું કહેવાય છે કે, ભગવાન તેને હસાવે છે.

 

 

🌹🍁🌈 😂  રિસર્ચ એવું કહે છે કે, બાળકો દિવસ દરમિયાન સરેરાશ 400 વખત હસે છે. તેની સરખામણીમાં પુખ્ત વયની વ્યક્તિ સરેરાશ માત્ર પંદર વખત હસે છે. અત્યારના હાઇટેક યુગમાં માણસ કેટલું ચાલ્યો, કેટલી ઊંઘ કરીથી માંડીને કેટલું કામ કર્યું વિશેની મોબાઇલ એપ્લિકેશનો આવી ગઇ છે પણ હજુ સુધી માણસ દિવસમાં કેટલું હસ્યો અને કેટલું જીવ્યો કહી આપે એવી કોઇ એપ્લિકેશન બની નથી.

 

🌹🍁🌈  😂  પહેલા માણસ એક બીજા સાથે વાતો કરીને હસતો હતો. હાસ્ય વધુ નેચરલ હતું. હવે માણસને હસવા માટે પણ રિલ્સ કે જોક્સની જરૂર પડે છે. ફની રિલ્સ કે મોબાઇલ ઉપર ફોરવર્ડ થતાં જોક્સ વાંચીને પણ ઘણા હસી શકતા નથી.

 

🌹🍁🌈  😂  પહેલા તો લોકો સામે મળતા ત્યારે પણ થોડુંક હસી લેતા હતા, હવે તો માસ્કમાં એવું પણ દેખાતું નથી.

 

🌹🍁🌈  😂  સાઇકોલોજિસ્ટ કહે છે કે, જેની સાથે તમે ખુલ્લા દિલે હસી શકતા હોવ એવા મિત્રો સાથે વધુ સમય પસાર કરો. ઘણી વખત આપણે મિત્રો સાથે પણ ગંભીર ચર્ચાઓ કરતા હોય છે. થોડાક એવા મિત્રો પણ હોવા જોઇએ જ્યાં આપણે આપણી જાતને બોદ્ધિક, હોશિયાર કે ગંભીર પ્રૂવ કરવાની જરૂર હોય

 

🌹🍁🌈 😂  દાંપત્ય જીવનમાંથી રસ ઉડી જવાનું એક કારણ પણ છે કે, પતિ-પત્ની કોઇ વાતે સાથે મળીને હસતા નથી. કોઇ મસ્તી મજાક થતાં નથી. એક બીજા ચૂપ ચૂપ રહીને રહેતા હોય છે અને પોતાના કામ કરતા હોય છે. છોકરાંવ થોડાક નાના હોય ત્યારે હજુ તેને રમાડવામાં થોડો સમય બંને હસતા રહે છે. છોકરા થોડાક મોટા થાય પછી તો જાણે બધું ખતમ થઇ ગયું હોય એવી રીતે દંપતિ જીવવા લાગે છે

 

🌹🍁🌈  😂 એક અભ્યાસ મુજબ છેલ્લા થોડા સમય દરમિયાન કોરોના અને તેના કારણે ઊભી થયેલી પરિસ્થિતિના કારણે માણસ વધુ ગંભીર અને ઉદાસ રહેવા લાગ્યો છે. અગાઉના સમય કરતા અત્યારે જિંદગીમાં હસવાનું વધારવાની જરૂર છે.

 

🌹🍁🌈  😂 એક મિત્રે કહ્યું કે, મોઢે માસ્ક છે ત્યારે આંખોથી હસવાની કળા શીખી રહ્યો છે. આંખો વાચાળ છે પણ આંખોની ભાષા બધાને ક્યાં આવડતી હોય છે? આંખોને આંખોનું કામ કરવા દો. હોઠોને હસવા દો

 

🌹🍁🌈  😂 ખરેખર, માણસે દરરોજ રાતે થોડીવાર એવું વિચારવું જોઇએ કે, આજે હું કેટલીવાર હસ્યો હતો? કોની સાથે હસ્યો હતો? જો તમે પૂરતું હસ્યા હોય તો માનજો કે, તમે તમારી જાતને અન્યાય કરી રહ્યા છો અને બીમાર પડવાના કારણો તમે તમને પૂરા પાડો છો

 

  🌹🍁🌈  😂  મસ્તીમાં રહો, હળવા રહો, દુનિયા અને જિંદગીની એટલી બધી ચિંતા કરવાની પણ જરૂર નથી. આપણે બધા વાતો એવી કરીએ છીએ કે, જિંદગી મસ્તીથી જીવવી છે

 

🌹🍁🌈  😂  હસતા હોવ તો પણ થોડુંક હસવાનું વધારી દો, એમાં કોઇ ગેરફાયદો તો છે નહીં, ઉલટાનું ફાયદો ફાયદો છે!

 

🌹🍁🌈  😂  એક અભ્યાસ એવું કહે છે કે, જે લોકો વધારે હતાશ અને ઉદાસ રહે છે તેને વધુ વખત શરદી થાય છે. સામા પક્ષે જે લોકો ખુશ રહે છે તે ઓછા બીમાર પડે છે. શારીરિક રીતે ફીટ રહેવા માટે માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે.


🌹🍁🌈  😂  જે માણસ અત્યંત સહજતાથી હસી શકે છે તેના ઉપર તમે આરામથી ભરોસો કરી શકો છો. બદમાશ, કપટી, લુચ્ચો કે સ્વાર્થી માણસ ક્યારેય ખૂલીને હસી શકતો નથી. એવા માણસનો ક્યારેય ભરોસો ન કરવો જે સમ ખાવા પૂરતુંય હસતો ન હોય. હાસ્ય માણસની પ્રકૃતિ બયાન કરી દે છે. લુચ્ચુ હાસ્ય પકડાઇ જાય છે. નિર્દોષ હાસ્ય દિલને સોંસરવું સ્પર્શી જાય છે. માણસ રડવાનું નાટક કરી શકે. હસવાનું નાટક કરે તો છતું થઇ જાય છે. આમ તો જે માણસ સાચું હસી ન શકે તે સાચું રડી પણ નથી શકતો.


🌹🍁🌈  😂જે વ્યક્તિ હસતી રહેતી હોય તેને કોઇ સૌંદર્ય પ્રસાધનની જરૂર પડતી નથી. હાસ્ય એવું આકર્ષણ છે જે લોકોને તમારા તરફ ખેંચે છે. હસવામાં નયા ભારનો ખર્ચ થતો નથી. એ પ્રૂવ થયેલી વાત છે કે જે માણસ હસતો રહે છે એ સ્વસ્થ રહે છે. લાફિંગ ક્લબમાં લોકો ખરેખર દિલથી હસતાં હોય છે કે ફક્ત હસવાનો અવાજ કાઢતાં હોય છે એ સૌથી મોટો સવાલ છે. આપણે હસવાનું ધીમે ધીમે ભૂલતા જઇએ છીએ. આવું જ ચાલ્યું તો એક દિવસ એવો આવશે કે હસવાનું શીખવાના ક્લાસ શરૂ કરવા પડશે.


🌹🍁🌈  😂ક્યારેક વોટ્સએપ પર કોઇ મેસેજ કે ક્લિપ આવે ત્યારે ઘડી-બે ઘડી હસવું આવે છે. સોશિયલ મીડિયા પર કોઇ વ્યંગ વાંચી કે જોઇને ચહેરો સહેજ ખીલે છે. એ સિવાય આપણે ક્યારે હસીએ છીએ? હસવા માટે આપણે કોમેડી શોનો સહારો લેતા થઇ ગયા છે. કોમેડી ફિલ્મો લોકોને ગમે છે કારણ કે એ બહાને થોડુંક હસવા તો મળે છે. હસવા માટે આપણે કોઇ ને કોઇ આધાર લેવો પડે છે કારણ કે સહજતાથી હસવાનું આપણે ભૂલી ગયા છીએ.


🌹🍁🌈  😂શેક્સપિયરે કહ્યું છે કે હાસ્ય વ્યક્તિને નીરોગી બનાવે છે અને દીર્ઘાયુષ્ય બક્ષે છે. 


🌹🍁🌈  😂 હમણાં જ થયેલો એક સર્વે એવું કહે છે કે હાસ્ય એ તદ્દન મફતમાં મળતી એવી દવા છે જે તમને અનેક બીમારીથી બચાવે છે. ખડખડાટ હસવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન બને છે. આ હોર્મન દર્દ નિવારક છે. આ ઉપરાંત એ હાર્ટએટેકનું જોખમ ઘટાડે છે. 


🌹🍁🌈  😂 હસતા માણસને ડિપ્રેશન આવતું નથી. હસવાથી આંખમાં ચમક આવે છે. અનિદ્રાનો રોગી જો હસવાનું વધારે તો રાતે ઊંઘ આવે છે. હસવાથી આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. 


🌹🍁🌈  😂હસવા ઉપરથી માણસની પ્રકૃતિ ઓળખી શકાય? સામુદ્રિક શાસ્ત્ર અને બીજાં થોડાંક સંશોધનો પરથી એવું કહેવાયું છે કે માણસ કેવી રીતે હસે છે તેના પરથી એ કેવો માણસ છે એ ખબર પડી જાય છે! જે માણસ દિલ ખોલીને હસી શકે છે તે દયાળુ અને સહનશીલ હોય છે. આવું હસનારા સારા પ્રેમી પણ હોય છે. 


🌹🍁🌈  😂ઊંચા અવાજ સાથે ખડખડાટ હસનાર માણસ સફળ હોય છે. અટકી અટકીને હસનારો માણસ ઢોંગી, અહંકારી અને છેતરામણો હોય છે. ગભરાતા ગભરાતા હસવાવાળો માનસિક રીતે નબળો હોય છે. મૃદુ હસવાવાળો ગંભીર, ધૈર્યવાન અને શાંતિપ્રિય હોય છે.

🌹🍁🌈  😂હાસ્ય કૃત્રિમ પણ હોય છે. એ શીખવવામાં આવે છે. એરહોસ્ટેસ કે વેઇટરનું હાસ્ય રિયલ હોતું નથી. એણે તો હસવું પડે છે. રાત પડે એ બિચારાઓનું તો ખોટું ખોટું હસીને જડબું દુ:ખી જતું હશે. ઘણા લોકોએ તો એટલું બધું કૃત્રિમ હસવું પડે છે કે એ લોકો સાચું હસવાનું પણ ભૂલી જાય છે.



For Child GK

Featured

"વન ભોજન"

  ઉંડાચ  ધોડીયાવાડ  વર્ગ વિદ્યાલયમાં "વન ભોજન" કાર્યક્રમનું સફળ આયોજન. 28 ડિસેમ્બર 2024 ના રોજ, ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાની **...

Most Viewed

ECHO News