બાળકોમાં કબજિયાત ની તકલીફ
કબજિયાત, એક એવી તકલીફ છે જેના વિષે બધાને જાણ હશેજ અને ક્યારેક ને ક્યારેક તો અનુભવ થયેલોજ હશે, અમાંરે ત્યાં આવતા દર ૪ માંથી ૧ બાળક ના માતા પિતા ની એવી ક્મ્પ્લૈન હોય છે કે એના બાળક નેકબજિયાત ની તકલીફ છે, આજે આપણે સમજી શું કે આ કબજિયાત કોને કહેવાય અને તેને મટાડવાના ઉપાયો સુ છે ?
કબજિયાત કોને કહેવાય
જયારે બાળક ને જાડો કે સંડાંસ કરતી વખતે ખુબ જોર લગાવવું પડે, એક દમ કઠણ સંડાસ આવે, અનિયમિત કે ૨-૩ દિવસ પછી સંડાસ કરવું અને ક્યારેક કઠણ સંડાસ ની સાથે સાથે લોહી આવવું, જો આપના બાળક ને આવી તકલીફ હોય તો એને કબજિયાત ની તકલીફ કહી શકાય
કબજિયાત થવાનું કારણ
કબજિયાત થવાના આમ તો ઘણા બધા કારનો છે પરણ તું આ કારણો ને આપણે મુખ્યત્વે ૨ ભાગ માં વહેચી શકીએ
(૧) પેથોલોજીકલ કારણો – જેમાં કોઈ આંતરડા ના રોગ કે બીજા કોઈ પેટના રોગો ના કારણેકબજિયાત થતું હોય છે, પરંતુ આ એટલું બધું કોમન નથી અને એના માટે ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે આથી આપડે આ વિષય પર વધારે ચર્ચા નથી કરતા
(૨) ફન્કશનલ કારણો – એટલે કે જે માં કોઈ રોગ કે આંતરડામાં કોઈ તકલીફ નથી હોતી પરંતુ ખોરાક ની અનિયમિતતા, રેશા વગર નો ખોરાક, જેવા બીજા કારણો ના લીધે થાય છે, અને લગભગ ૯૦ થી ૯૫ ટકા આ બધા કારણો જવાબદાર હોય છે આથી આપને આ કારણો વિષે ચર્ચા કરીશું.
આ માટેના વિગતવાર કારણો તપાસીએ
(૧) ખોરાક માં ફેરફાર થવો
ખાસ કરી ને આજકાલ બાળકો માં તૈયાર પેકેટ વાળો ખોરાક ખાવાનું ચલણ ખુબ વધારે છે, આ ઉપરાંત મેંદા વાળી વસ્તુ જેવી કે બ્રેડ, બિસ્કીટ, પીજા, વગેરે, વધારે પડતું દૂધ પીવું, ચીકુ કે સફજન જેવા ફાળો, લીલા શાકભાજી કે રેશા વાળા ખોરાક ની ઉણપ આ બધા કારણો જવાબદાર છે બાળકો માં કબજિયાત કરવા માટે.
(૨) જાડો રોકી રાખવો,
ઘણી વાર બાળકો ટી,વી, જોવામાં કે ગેમ રમવામાં કે પછી મોબાઈલ જોવામાં એટલા મશગુલ થઇ જાય છે કે એ નિયમિત સંડાસ જતા નથી અને રોકી રાખે છે અને આવું વારંવાર થવાથી કબજિયાત થઇ સકે છે.
(૩) રોજીદી ક્રિયા માં ફેરફાર
જયારે કોઈ કારણોસર એની રોજીંદી ક્રિયા માં અચાનક ફેરફાર થાય તો પણ કબજિયાત થઇ સકે છે જેમ કે, શાળા માં જવું કે શાળા નો સમય બદલાવો, વેકેસન માં જવું કે જગ્યા બદલાવી વગેરે કારણો થી પણ બાળકો માં કબજિયાત થઇ સકે છે
(૪) દવાઓ ના કારણે
ઘણી દવાઓ પણ કબજિયાત કરી સકે છે, ખાસ કરી ને બાળકોમાં અપાતી શક્તિ ની કે લોહીના ટકા વધારવાની દવા, અમુક પ્રકાર ની ખાંસી ની દવાઓ, વગેરે પણ કબજિયાત કરી સકે છે
કબજિયાત ની સારવાર
જો આપના બાળક ને કબજિયાત ની તકલીફ હોય તો સૌથી પહેલા બાળરોગ નિષ્ણાંત ને એકવાર જરૂર બતાવવું જોઈએ.
આ ઉપરાંત તીને જણાવેલ ખોરાક અને ઘરગથું ઉપચાર કરી સકાય
(૧) કબજિયાત વાળા બાળકો ને કેવો ખોરાક ના આપવો
– દૂધ અને દૂધ ની બનાવટ ણો ખોરાક બને એટલો ઓછો આપવો
– બિસ્કીટ અને મેંદા વાળો ખોરાક ના આપવો
– તૈયાર પેકેટ વાળો ખોરાક
– ચીકુ અને સફરજન
– ચોકલેટ, પેસ્ટ્રી, નાનખટાઈ, મેગી, અને ટોસ્ટ ના આપવા જોઈએ
(૨) કબજિયાત વાળા બાળકો ને સુ ખવડાવવું જોઈએ
– પાણી પુષ્કળ અને વારંવાર આપવું
-તાજા ફાળો ઋતુ પ્રમાણે આપવા ( ચીકુ અને સફરજન સિવાય )
– દરેક પ્રકારના લીલા શાકભાજી અને એનો રસ કે સૂપ આપવા
– સલાડ સવાર સાંજ આપવું ૧ વાટકી
– ભાજી નો રસ પીવડાવવો
(૩) સવાર, બપોર અને સાંજે ૧૫ મીંટ માટે ગરમ પાણી માં બેસાડવો અને ત્યાર બાદ સંડાસ ની જગ્યા એ દુખાવો ના થાય એના માટે નો મલમ લગાડવો ( ડોક્ટર ની સલાહ પ્રમાણે ) નીચે ફોટો માં દેખાડ્યું છે તે પ્રમાણે .
(૪) સવાર સાંજ નિયમિત સંડાસ માં બેસાડો અને ટેવ પાડો
(૫) ડોક્ટર ની સલાહ પ્રમાણે ની દવાઓ આપો
(૬) સંડાસ ઢીલું કરવા માટે ની દવા ડોક્ટર ની સલાહ વગર વાપરવી નહિ કારણ કે ઘણી વાર એનાથી ફાયદો થવાને બદલે લાંબા સમયે નુકશાન થાય છે
ઉપર જણાવેલ વાતો અને ખોરાક નું ધ્યાન રાખસો તો કબજિયાત હમેશ માટે મટાડી સકાય છે, ખાલી દવા લેવાથી કબજિયાત મટતો નથી.