31 ઑગસ્ટ, 2025

બાળકો અને તરુણોમાં વધી રહેલી હિંસા

 


બાળકો અને તરુણોમાં વધી રહેલી હિંસા – એક ગંભીર ચિંતાનો વિષય

ભારત જેવા વિકાસશીલ અને સાંસ્કૃતિક વારસો ધરાવતા દેશમાં આજના સમયમાં સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે **બાળકો અને તરુણોમાં હિંસા (violence)**નું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. પરિવાર, શાળા અને સમાજમાંથી મળતી પરવરિશમાં આવેલા ફેરફારો, ટેક્નોલોજીનો અતિરેક ઉપયોગ, સામાજિક અસમાનતા અને મનોરંજનના બદલાતા સ્વરૂપોએ આ સમસ્યાને વધુ ઘેરો બનાવી દીધી છે.


૧. હિંસાના મુખ્ય કારણો

  1. પરિવારનું તૂટતું માળખું:
    ઘણા બાળકો એકલતા અનુભવે છે, માતા-પિતાનો પ્રેમ અને માર્ગદર્શન પૂરતું નથી મળતું. પરિવારની અંદરના ઝઘડાઓ, છૂટાછેડાં અને તણાવ બાળકોને માનસિક રીતે અસુરક્ષિત બનાવે છે.

  2. ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા:
    હિંસક ગેમ્સ, ફિલ્મો, વેબ સીરિઝ અને સોશિયલ મીડિયા પરના નેગેટિવ કન્ટેન્ટ તરુણોના મન પર ગંભીર અસર કરે છે. તેઓ reel life ને real life માં ઉતારવાનો પ્રયાસ કરે છે.

  3. સામાજિક અને આર્થિક અસમાનતા:
    ગરીબી, બેરોજગારી અને અન્યાયના કારણે તરુણોમાં અસંતોષ પેદા થાય છે, જે ઘણી વાર હિંસામાં રૂપાંતરિત થાય છે.

  4. મિત્રવર્તુળ અને દબાણ:
    પીઅર પ્રેશર (peer pressure) હેઠળ કેટલાક બાળકો ખોટા માર્ગે વળી જાય છે. ગુનાહિત પ્રવૃત્તિઓને “શાન” માનવાની માનસિકતા વિકસે છે.


૨. હિંસાના પરિણામો

  • વ્યક્તિગત સ્તરે: બાળકની માનસિક શાંતિ, અભ્યાસ અને સ્વાસ્થ્ય બગડે છે. તે અસામાજિક પ્રવૃત્તિઓ તરફ ઝૂકી શકે છે.

  • પરિવાર માટે: તણાવ, અવિશ્વાસ અને ક્યારેક પરિવારના વિખંડનની સ્થિતિ સર્જાય છે.

  • સમાજ માટે: ગુનાખોરીનું પ્રમાણ વધે છે, ભય અને અસુરક્ષાની લાગણી પ્રબળ થાય છે.

  • રાષ્ટ્ર માટે: યુવાશક્તિ ખોટી દિશામાં વળે છે, જેના કારણે વિકાસ અને પ્રગતિમાં અવરોધ ઊભા થાય છે.


૩. ઉકેલ અને નિવારણ

  1. પરિવારમાં સંવાદ: માતા-પિતાએ બાળકો સાથે નિયમિત વાતચીત કરવી, તેમનાં પ્રશ્નો સાંભળવા અને તેમને સમય આપવો જરૂરી છે.

  2. શૈક્ષણિક સુધારા: શાળાઓમાં નૈતિક શિક્ષણ, લાઇફ સ્કિલ ટ્રેનિંગ અને કાઉન્સેલિંગની વ્યવસ્થા હોવી જોઈએ.

  3. ટેક્નોલોજી પર નિયંત્રણ: બાળકોના સ્ક્રીન ટાઇમ પર નજર રાખવી અને તેમને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવું.

  4. સમાજનું સહકાર્ય: સ્થાનિક સ્તરે યુથ ક્લબ, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા તરુણોને સકારાત્મક દિશામાં પ્રેરિત કરવું.

  5. સરકારી નીતિઓ: બાળકો માટે મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ સેન્ટરો, નશા વિરોધી અભિયાન અને હિંસા વિરોધી કાર્યક્રમો અસરકારક રીતે અમલમાં મૂકવા જોઈએ.


૪. ઉપસંહાર

બાળકો અને તરુણોમાં હિંસાનો વધતો પ્રભાવ માત્ર એક કુટુંબ અથવા એક શાળાની સમસ્યા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ગંભીર પડકાર છે. જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આવતી કાલની પેઢી અસંતુલિત અને અસામાજિક બની શકે છે.
આથી જરૂરી છે કે પરિવાર, શાળા, સમાજ અને સરકાર સૌ મળીને બાળકોને સકારાત્મક પરિસ્થિતિ, પ્રેમ અને યોગ્ય માર્ગદર્શન આપે. આ રીતે જ આપણે એક શાંતિપૂર્ણ, સશક્ત અને સંસ્કારી ભારતનું નિર્માણ કરી શકીશું.



29 જુલાઈ, 2025

સિંગલ ચાઇલ્ડ

 

નર્સરી સ્કૂલની પેરેન્ટ્સ-ટીચર મીટિંગમાં એક શિક્ષકે ફરિયાદ કરી, તમારા બાળકને બધું એની આસપાસ જોઈએ છે. બીજાં બાળકો સાથે રમે તો છે, પણ એની શરતે! કોઈ એનું માને તો એકલા રમવાનું કે એકલા બેસી રહેવાનું પસંદ કરે છે, પણ એની મિત્રતાની પહેલી શરત તરીકે એનું આધિપત્ય સ્વીકારવું પડે.’ આવું એક બાળક નથી, આપણે બધાંએ સાંભળ્યું છે ઘણાં બધાં માતા-પિતા એવી ફરિયાદ કરે છે કે, એમનું બાળક કોઈ સાથે રમતું નથી. એને બધા સાથે ઝઘડા થાય છે.

ઘરમાં પણ કોઈનું માનતું નથી. એનું ધાર્યું કરાવે છે. જીદ કરીને જે જોઈતું હોય તે મેળવે છે અથવા રડી-કકળીને પોતાનાં માતા-પિતા કે દાદા-દાદીને નમાવવાનું એને આવડી ગયું છે!આપણે જોઈએ છીએ કે, માત્ર બાળકોમાં જોવા મળે છે એવું નથી, ઘણા એડલ્ટ-પુખ્તવયના લોકો પણ એમનું ધાર્યું થાય તો અત્યંત ડિસ્ટર્બ થઈ જાય છે. લડી-ઝઘડીને, ખાવાનું છોડીને, રિસાઈને, રડીને, ઇમોશનલી બ્લેકમેઇલ કરીને કે બોલવાનું બંધ કરીને, બોયકોટ કરીને પણ આવા લોકો પોતાનું ધાર્યું કરાવે છે.

કેટલાક લોકો માટે એમની ઇચ્છા બીજા માટેનાઆદેશથી ઓછી વાત નથી હોતી. આવા લોકોનો એક બીજો પ્રોબ્લેમ છે કે પાર્ટીમાં, સામાજિક મેળાવડામાં, ઘર-પરિવારમાં બીજા કોઈ વિશે વાત ચાલતી હોય અથવા કોઈનાં વખાણ થાય એમને અનુકૂળ નથી હોતું. એમને માટે એમના સિવાય કોઈનું પણ મહત્ત્વ વધે સ્થિતિ એમને ઉશ્કેરનારી પુરવાર થાય છે.


મારે તો’, ‘મને તો’, ‘હું તોથી શરૂ થતાં વાક્યો આપણે અવારનવાર સાંભળ્યાં છે. ફક્ત પોતાના વિશે વાત કરી શકતા ઘણા લોકોને આપણે ઓળખીએ છીએ. એમનું સુખ, એમનું દુ:, એમની મજા, એમનો પ્રવાસ, એમની સફળતાઓ આપણે સાંભળવી પડે અને જો આપણી વાત કરવા જઈએ તો એમાં એમને રસ પડે અથવા એમને કંઈક બીજું કરવાનું હોય! વધુ ને વધુ માણસો એકલવાયા અને એકલપેટા થતા જાય છે.

પ્લેનમાં, ટ્રેનમાં આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિને આપણી સાથે વાત કરવાનો ઝાઝો રસ નથી હોતો. એરપોર્ટ કે સ્ટેશન પર સહુ પોતપોતાના નાનકડા ચાર બાય છના સ્ક્રીનમાં બિઝી હોય છે. બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે સ્મિત કરીને વાત થઈ શકે, પરંતુ દૂર બેઠેલી વ્યક્તિને સ્માઇલી અને ઇમોઝી મોકલીને આપણેકમ્યુનિકેશનનો સંતોષ લઈએ છીએ. છેલ્લા થોડા સમયમાં જો આપણે ઓબ્ઝર્વ કર્યું હોય તો આપણને સમજાય કે વ્યક્તિ અને સમાજ બંને ધીરે ધીરે સ્વકેન્દ્રી થતા જાય છે.

લગભગ દરેક માણસને પોતાના વિશે વાત કરવી છે, લગભગ દરેક માણસને પોતાના વિશે વાત સાંભળવી છે. પોતાને શું નથી ગમતું, પોતાને શું નથી ભાવતું, પોતાને શું અનુભવ થયા છે, પોતે કઈ રીતે જીવે છે, પોતે શું કરે છે વિશે વાતો કરવાનો એક નવો ટ્રેન્ડ કે પ્રવૃત્તિ આજકાલ જોવા મળે છે. કેટલાક લોકો સાથે આપણે વાત કરવાનું શરૂ કરીએ અને આપણી વાત હજી તો કહેવાની શરૂ કરી હોય ત્યાં વચ્ચેથી કાપીને, ‘અરે! એથી વધારેઅથવા તો, ‘અરે! તો કંઈ નથીકહીને પોતાની વાત કરવા માંડે એવો અનુભવ આપણને બધાંને થયો છે.


સામેની વ્યક્તિ કશું કહી રહી હોય ત્યારે શાંતિથી કે ધ્યાનથી સાંભળનારા આપણને ભાગ્યે મળે છે! કોઈ કંઈ કહેતું હોય ત્યારે આજુબાજુ જોવું, પોતાના ફોનમાં જોવું કે એમની સામે જોયા વગર પોતાનું કામ ચાલુ રાખવું અનેકહો! હું સાંભળું છું.’ જેવા જવાબ આપવા આજકાલ સામાન્ય થઈ પડ્યા છે. આપણે બધા ધીરે ધીરે પોતાના સિવાય કોઈનો વિચાર કરી શકતા નથી, એવું કેમ થયું હશે?


પોતાને ખોટું લાગે મહત્ત્વનું, એવું વર્તન કરવાથી અન્યને શું થશે વિશે આપણે ભાગ્યે વિચારીએ છીએ. આપણને પ્રાઇવસી જોઈએ છે, આપણને કોઈ પ્રશ્ન પૂછે નથી ગમતું, પરંતુ આપણે બીજા વિશે બધું જાણવું છે!જેમ જેમ પરિવારો નાના થતા ગયા તેમ તેમ નાના પરિવાર સાથે માણસ ઉપર અંગત અટેન્શન, ધ્યાન આપવાની પ્રવૃત્તિ વધતી ગઈ. જે પરિવારમાં આઠ-દસ એક ઉંમરનાં બાળકો હોય-કાકાનાં, ફોઈનાં કે પડોશનાં બાળકો સાથે રમતાં હોય,

સાથે જમતાં હોય અને એક સંયુક્ત કુટુંબના પરિણામ સ્વરૂપે બાળકો એક સરખો ઉછેર પામતાં હોય. એવા સમયમાં બાળક વિશે બહુ ઝીણી ઝીણી કાળજી કરવાનો સમય અને સગવડ માતા-પિતા પાસે હોય સ્વાભાવિક છે. આવા સંયુક્ત પરિવારમાં ઉછરેલાં બાળકો પોતાની રીતે, પોતાની જિંદગી જીવતા શીખી જાય છે. આવાં બાળકોને સતત સહુનું ધ્યાન પોતાના પર રહે એવી જરૂરત પડતી નથી અને એમને એવી ટ્રીટમેન્ટ પણ મળતી નથી. સમય જતાં આવાં બાળકો એક સારા સમૂહજીવન માટે તૈયાર થાય છે.

જે બાળકો કુટુંબના કેન્દ્રમાં સતત રહ્યાં હોય, જેમને ક્યારેકના પાડવામાંઆવી હોય અને કેટલાંક કડવાં સત્યો સ્પષ્ટ કહેવામાં આવ્યાં હોય એવાં બાળકો જિંદગીની હરીફાઈમાં સ્વસ્થતાથી, ખેલદિલીથી ભાગ લઈ શકે છે. જેને પરિવાર અને આસપાસ સતત વડીલોનો સ્નેહ અને ઉછેર મળ્યા હોય એમનામાં થોડે ઘણે અંશે સમજણ અને સ્વીકારની ભાવના પણ વધુ જોવા મળે છે. બીજાની વાત સાંભળી શકે છે, શાંતચિત્તે. સામેની વ્યક્તિની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ તો કરી શકે છે!


છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ છીએ કે આવા સ્વસ્થ અને ખેલદિલ લોકોની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે. માતા-પિતા પોતાના બાળકનેપ્રેમકરે છે માટે બાળકનું ધાર્યું કરે છે. બાળક સામે હારી જવું, એને જિતાડવાની એક રમત હોઈ શકે, પરંતુ દરેક વખતે એમ કરવાથી બાળકને જીતવાની ટેવ પડી જશે. હારતા નહીં શીખે, ખેલદિલીથી પોતાની હાર સ્વીકારવાની એને ક્યારેય ટેવ નહીં પડે. જ્યારે સમાજમાં બહાર નીકળશે ત્યારે દરેક વખતે ત્યાં એને પિતા કે દાદા,

મા કે દાદી નહીં મળે એટલે ત્યાં એણે સ્વસ્થ હરીફાઈનો સામનો કરવો પડશે, ક્યારેક હારી પણ જશે અને હાર એનાથી બરદાસ્ત નહીં થાય ત્યારે? બાળક ઘરમાં હોય આનંદની વાત છે. બાળક વહાલું હોય સ્વાભાવિક છે, પરંતુ એનો અર્થ નથી કે મોઢામાંથી બોલે તે દરેક ચીજ એને મળવી જોઈએ. કહે તેમ થવું જોઈએ, લાડ નથી, પ્રેમ નથી, પરંતુ એની જિંદગી બરબાદ કરવાનો સરળ રસ્તો છે!

 

એની દરેક ઇચ્છા પૂરી કરવી જાણે નૈતિક ફરજ હોય એમ માતા-પિતા ઘસાઈને, ખેંચાઈને પણ ઇચ્છાઓ પૂરી કરે છે. કેટલાંક બાળકો ઇચ્છા પૂરી થાય ત્યારે આપઘાત કરવાની ધમકીઓ પણ આપે છે. બીજા કોઈકના બાળકે આપઘાત કર્યો હોય કે ત્રાગાં કર્યાં હોય એને કારણે ઘણાં માતા-પિતા પોતાનાં બાળકો વિશે પણ આવી અમંગળ કલ્પનાઓ કરતાં થઈ જાય છે, ડરે છે. સિંગલ ચાઇલ્ડ, એક બાળક હોય એવા પરિવારોમાં બહુ સ્વાભાવિક છે કે બાળકનું અટેચમેન્ટ માતા-પિતા સાથે વધારે હોય, પરંતુ બાળક બીજા કોઈ સાથે ભળે નહીં પરિસ્થિતિને ચેતવણી તરીકે જોવી જોઈએ. કોઈની સાથે રહે નહીં કે કોઈ બીજા સાથે વાત કરી શકે એવી સ્થિતિમાં થોડું રડાવીને પણ બાળકને બીજા સાથે ભણતા-રમતા કે એમને ત્યાં થોડોક સમય પસાર કરતા શીખવવું જોઈએ.


સિંગલ ચાઇલ્ડ હોય એવા પરિવારોમાં જો કઝિન, કાકા, મામી, ફોઈનાં બાળકો આવે કે મિત્રોનાં બાળકો આવે તો એકલવાયું બાળક એમની સાથે ભળી શકતું નથી. બીજાના બાળકનાં વખાણ કરવામાં આવે કે માતા-પિતા બીજા કોઈના બાળક પરત્વે ધ્યાન આપે ત્યારે આવાં બાળકો રિએક્ટ થઈ જાય છે, ઉશ્કેરાય છે અને ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે. પ્રયાસમાં કેટલીક વાર રડવું, કકળવું, જીદ કરવી વગેરે તો હોય છે, પરંતુ એથી આગળ વધીને નાની નાની ચોરી કરવી, જુઠ્ઠું બોલવું જેવાં અટેન્શન સીકિંગ બિહેવિયર તરફ વળતા જાય છે.


સવાલ નથી કે બાળકને પ્રેમ કે લાડ કરવા જોઈએ કે નહીં. માતા-પિતા તરીકે લાડ, પ્રેમ, સ્નેહ કરવાની આપણી ફરજ છે ને બાળક તરીકે મેળવવાનો એમનો અધિકાર! સવાલ છે કે એની લિમિટ, એની મર્યાદા ક્યાં નક્કી થાય? સવાલ છે કે સ્નેહ, પ્રેમ કે લાડમાં આપણે આપણાં બાળકની આવનારી જિંદગીમાં સમસ્યા ઊભી નથી કરી રહ્યાંને?

 


For Child GK

Featured

બાળકો અને તરુણોમાં વધી રહેલી હિંસા

  બાળકો અને તરુણોમાં વધી રહેલી હિંસા – એક ગંભીર ચિંતાનો વિષય ભારત જેવા વિકાસશીલ અને સાંસ્કૃતિક વારસો ધરાવતા દેશમાં આજના સમયમાં સૌથી મોટી ચિ...

Most Viewed

ECHO News