https://cmogujarat.gov.in/en/latest-news/guj-cm-inaugurates-more-than-30-mobile-school-buses-of-signal-school-project-in-ahmedabad/ 👈
સિગ્નલ સ્કૂલ ના લોન્ચીંગનો કાર્યક્રમ આજરોજ તા.૬-૩-૨૦૨૨ ઓડિટોરિયમ, ગુજરાત હાઇકોર્ટ ખાતે યોજવામાં આવ્યો.
ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત શરૂ થયેલા આ અનોખા સામાજિક સમરસતા તથા સામાજિક સંવેદના ઊભા કરવાના વિશિષ્ટ અભિગમ સાથેના આ પ્રયાસમાં દસ બસો અને પ્રત્યેક બસમાં ૨ તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા નીચે દર્શાવેલા લોકેશન પર બાળકોને શિક્ષણ આપવામાં આવશે.
બસ રૂટ નંબર સિગ્નલ સ્કૂલ લોકેશન
૧ આવકાર હોલ - મણીનગર રેલ્વે સ્ટેશન, મણીનગર ચાર રસ્તા, કાંકરિયા ગેટ નં. ૭ની સામેના ચાર રસ્તા
૨ ગેલેક્સી ચાર રસ્તા- મેમ્કો ચાર રસ્તા , બાપુનગર ચાર રસ્તા
૩ ગણેશનગર ચાર રસ્તા , રાણીપુર ચાર રસ્તા , નારોલ સર્કલ
૪ ઈસનપુર ચાર રસ્તા , બરોડા એક્સપ્રેસ રોડ, સી.ટી.એમ. ચાર રસ્તા , હાટકેશ્વર ચાર રસ્તા.
૫ વાસણા ભઠ્ઠા ચાર રસ્તા , નારાયણનગર , ચન્દ્રનગર - મહાદેવમંદિર , વાસણા ટોરેન્ટ પાવર
૬ સરસપુર સર્કલ(ચામુંડા બ્રીજ ઉતરતા) ચામુંડા બ્રીજની નીચે ચામુંડા બ્રીજ સર્કલ.
૭ વિરાટનગર ચાર રસ્તા , કાળીદાસ મિલ ચાર રસ્તા, ન્યુ કોટનમિલ ચાર રસ્તા.
૮ પકવાન ચાર રસ્તા , થલતેજ ચાર રસ્તા , દૂરદર્શન ટાવર.
૯ શિવરંજની ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તા , બુટ ભવાની મંદિર , સોનલ ચાર રસ્તાથી સબ સ્ટેશન
૧૦ અંધજન મંડળ ચાર રસ્તા , આઈ.આઈ.એમ. પાસે
આ બાળકોને ૦૯:૩૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન એકત્રિત કરવામાં આવશે. ૧૦:૦૦ થી ૧:૦૦ કલાક દરમિયાન શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે. ૦૧:૩૦ કલાકે પોકેટ એરીઆમાં લઇ જવામાં આવશે. આ બાળકોને દર મહીને વાલી મિટીંગ, દર શનિવારે સાંસ્ક્રુતિક કાર્યક્રમ, રમત-ગમત હરીફાઈ, જોવા લાયક સ્થળની મુલાકાત, સ્કીલ ડેવલોપમેન્ટની પ્રવૃતિઓ કરાવવામાં આવશે. જેમાં ભાગ લેનાર તમામ બાળકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. તેમજ પ્રથમ, દ્વિતીય તથા તૃતીય નંબરે વિજેતા બાળકને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ બાળકોને તા.૬-૩-૨૨ થી તા.૩૦-૪-૨૨ સુધી સ્કૂલ રેડીનેશ પ્રોગ્રામ અંતર્ગત રાજ્ય સરકારના માન્ય અભ્યાસક્રમ પ્રમાણે બાળકોને આનંદમય તથા પ્રવૃત્તિલક્ષી શિક્ષણ દ્વારા તૈયાર કરવામાં આવશે. ઉનાળુ વેકેશન બાદ તા.૬-૬-૨૨થી વિધિવત રીતે આ સિગ્ન્લ સ્કૂલનો શુભારંભ કરવામાં આવશે જેમાં દસ મહિનાના બ્રીજ કોર્સ પછી બાળકોને નજીકની શાળામાં મેઇનસ્ટ્રીમ કરવામાં આવશે. ત્યાં બાળકોને રાજ્ય સરકારની યોજનાઓ વિદ્યાદીપ, સ્કોલરશીપ, ગણવેશ સહાય, મફત પાઠ્યપુસ્તક, મધ્યાહન ભોજન, આધાર ડાયસ આઈડી વગેરે લાભ મળે તેનો પ્રયાસ કરવામાં આવશે.